Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૩ તબક્કામાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બુધવારે ૧૬ જિલ્લાની ૭૧ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનમાં ૧૦૬૬ ઉમેદવારોનું ભાવિ બે કરોડ કરતાં વધુ મતદારો ઇવીએમમાં સીલ કરશે. ૫૪ બેઠકો પર એનડીએ અને મહાગઠબંધનના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જ્યારે બાકીની ૧૭ બેઠક પર ત્રિકોણીય મુકાબલો યોજાઇ રહ્યો છે.      પ્રથમ તબક્કાની બેઠકોમાં તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન તરફથી રાજદ ૪૨, કોંગ્રેસ ૨૧ અને સીપીઆઇ માલેના ૮ ઉમેદવાર મેદાનમાં છે જ્યારે નીતીશકુમારની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન તરફથી જદયુના ૩૫, ભાજપના ૨૯, હિંદુસ્તાન અવામ મોરચાના ૬ અને વીઆઇપીના એક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉપેન્દ્ર કુશવાહા અને સહયોગી બસપાનું ગઠબંધન ૭૦ બેઠકો પર ઝંપલાવી રહ્યું છે જેમાં કુશવાહાની આરએલએસપીના ૪૩ અને બસપાના ૨૭ ઉમેદવાર કિસ્મત અજમાવી રહ્યા છે. એનડીએથી અલગ થઇ ચૂંટણી મેદાનમાં ઝંપલાવનાર ચિરાગ પાસવાનની લોજપાના ૪૨ ઉમેદવાર મેદાનમાં છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ