ઉત્તર પ્રદેશમાં 10મી તારીખથી પ્રથમ તબક્કા માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં કુલ 58 બેઠકો પર મતદાન થશે. જેમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બસપા અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળશે. હાલ જે 58 બેઠકો પર મતદાન થશે તેમાંથી 53 બેઠકો પર અગાઉ 2017માં ભાજપે જીત મેળવી હતી. જ્યારે સપા અને બસપાને માત્ર બે-બે બેઠકો જ મળી હતી.
ઉત્તર પ્રદેશના 11 જિલ્લાઓમાં આ 58 બેઠકો આવેલી છે. ગુરૂવારે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થશે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં જે મંત્રીઓનું ભાવી ઇવીએમમાં સીલ થશે તેમાં શ્રીકાંત શર્મા, સુરેશ રાણા, સંદીપ સિંઘ, કપીલ દેવ અગ્રવાલ, અતુલ ગર્ગ અને ચૌધરી લક્ષ્મી નરૈનનો સમાવેશ થાય છે.