રાજસ્થાનમાં શનિવારે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે. વિધાનસભાની તમામ ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન યોજાશે. કોંગ્રેસના એક ઉમેદવારના નિધનને પગલે એક બેઠક પર ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. બાકીની તમામ બેઠક પર સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે. દર પાંચ વર્ષે સરકાર બદલી નાખવાની રાજસ્થાનની પરંપરાને સત્તાધારી કોંગ્રેસ તોડીને સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે ભાજપ કોંગ્રેસને સત્તામાંથી કાઢવા માટે પુરા જોશથી પ્રચાર કરી રહી હતી. રાજ્યમાં શવિવારે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે ત્રણ ડિસેમ્બરના રોજ અન્ય રાજ્યોની સાથે રાજસ્થાનના ચૂંટણી પરીણામો પણ જાહેર કરવામાં આવશે.