ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યાં છે.