ઉત્તર પ્રદેશમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. જ્યારે છઠ્ઠા તબક્કા માટે ગુરુવારે મતદાન યોજાશે. જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નેતાઓનું ભાવી ઇવીએમમાં સીલ થશે. આ તબક્કામાં કુલ ૫૭ બેઠકો પર મતદાન યોજાશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય કુમાર લલ્લુ, સપાના સ્વામી પ્રસાદ મૌર્ય પણ આ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની કુલ ૪૦૩ બેઠકો છે જેમાંથી ૨૯૨ પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે ચૂંટણી પૂર્વાંચલ વિસ્તાર તરફ વળી છે કે જ્યાં ૧૧૧ બેઠકો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. હાલ જે ૫૭ બેઠકો પર મતદાન થવાનું છે તે ૧૦ જિલ્લામાં આવેલી છે. જ્યારે અંતે જે ૫૪ બેઠકો પર મતદાન બાકી રહેશે તે ૧૦મી માર્ચના રોજ યોજાશે.