પૂર્વોત્તરના બે રાજ્યો મેઘાલય અને નાગાાલેન્ડમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. આશરે મહિનાભરથી વધુ સમયથી ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો શનિવારે જ અંત આવ્યો હતો. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 બેઠકો છે પણ આ વખતે મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. બંને રાજ્યોમાં 40 મહિલા ઉમેદવારો સહિત કુલ 559 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.