ત્રિપુરા વિધાનસભા માટે આજે મતદાન શરુ થઈ ગયુ છે. ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યુ છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 31 મહિલા ઉમેદવારો સહિત કુલ 259 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી માટે 31 હજાર મતદાન કર્મચારીઓ 3,327 મતદાન મથકો પર પહોંચી ગયા છે. ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારી ગીતે કિરણકુમાર દિનકરરાવના જણાવ્યા અનુસાર રાજ્યમાં 28,13,478 મતદારો છે. ચૂંટણીના પરિણામો 2 માર્ચે જાહેર થશે.