વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણીમાં મોરબી સિવાય તમામ બેઠકો પર ભાજપ આગળ છે ત્યારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. કારણ કે મતદારોને ભાજપના શાસન પર વિશ્વાસ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ સબકા સાથ સબકા વિકાસના રસ્તે કામ કરે છે આ વાત પર પ્રજાએ વિશ્વાસ મુક્યો છે. સરકારના કામોની લોકોએ કદર કરી છે અને તેનું જ પરીણામ છે કે અબડાસામાં પણ ભાજપ જીતશે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપના કાર્યકરોથી લઈ પ્રદેશ અધ્યક્ષ સુધીના લોકોએ બધાને સાથે રાખી કામ કર્યું છે તેની અસર જોવા મળે છે.