એસ્ટ્રાઝેનેકા કંપની અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી કોરોનાની રસી કોવિશિલ્ડની સીરમ ઇન્સ્ટિટયૂટ દ્વારા ચાલી રહેલી ટ્રાયલમાં આડઅસર થઇ હોવાનો આરોપ મૂકી ૪૦ વર્ષીય વોલન્ટિયરે સીરમ ઇન્સ્ટિટયૂટ, એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ વેક્સિન ગ્રૂપ પર રૂપિયા પાંચ કરોડનો દાવો માંડયો છે. વોલન્ટિયરનો આરોપ છે કે ટ્રાયલના કારણે તેના મગજ પર આડઅસર થતાં વિકલાંગતા આવી છે અને હવે તે સામાન્ય જિંદગી જીવી શકે તેમ નથી.
બીજીતરફ સીરમ ઇન્સ્ટિટયુટે આરોપો ફગાવી દેતાં જણાવ્યું હતું કે, વોલન્ટિયર દ્વારા બદઇરાદાથી આરોપો મૂકાયાં છે. સીરમે દાવો કરનાર વોલન્ટિયર પર રૂપિયા ૧૦૦ કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો છે.