ખાદ્ય ચીજો અને ઉત્પાદિત પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચતાં જૂન માસમાં જથ્થાબંધ મોંઘવારી 16 માસની ટોચે પહોંચી છે. 15 જુલાઈએ સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, જથ્થાબંધ ફુગાવો જૂનમાં 3.4 ટકા નોંધાયો છે. જે મેમાં 2.6 ટકા થયો હતો.
જથ્થાબંધ મોંઘવારીનો દર મેમાં પણ 0.4 ટકા વધ્યો હતો. તે સમયે ફૂડ ઈન્ડેક્સ 2.5 ટકા અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની કિંમત 0.14 ટકા વધી હતી. જૂનમાં નોંધાયેલો જથ્થાબંધ ફુગાવો ફેબ્રુઆરી, 2023 બાદથી સૌથી વધુ છે. જૂનમાં ઉત્પાદિત પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવો લગભગ બમણો વધી 1.43 ટકા થયો હતો. જે મેમાં 0.8 ટકા હતો. ઉલ્લેખનીય છે, જથ્થાબંધ મોંઘવારીમાં ઉત્પાદિત પ્રોડક્ટ્સની કિંમતો 2/3 યોગદાન આપે છે.