દેવાનાં બોજથી દબાયેલ ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાએ ફોરજી અને ફાઇવજી નેટવર્ક ઉપકરણોના પુરવઠા માટે નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો છે તેમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આ કરાર ત્રણ વર્ષ માટે કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે કોઇ પણ ભારતીય ટેલિકોમ કંપની દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો કરાર છે. કંપનીએ આ અગાઉ ત્રણ વર્ષમાં ૬.૬ અબજ ડોલર અથવા ૫૫,૦૦૦ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની જાહેરાત કરી હતી. આ કરાર આ દિશામાં પ્રથમ પગલું છે.