એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ પોતાના તમામ પ્રીપેડ પ્લાન્સના રેટમાં 25 ટકા સુધીનો વધારો કરી દીધો છે.
આમ હવે મોબાઈલ વાપરવાનુ પણ લોકો માટે મોંઘુ પડવાનુ છે.નવો રેટ 25 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, નવા પ્લાન્સના કારણે ગ્રાહક દીઠ આવકમાં સુધારો થશે અને કંપની પરનુ નાણાકીય દબાણ ઓછુ થશે.આ પહેલા વોડાફોન ભાવ વધારા માટેના સંકેત આપી ચુકી હતી.
હવે કંપનીનું બેઝિક પેક 99 રૂપિયાથી શરૂ થશે, જેની કિંમત પહેલા 79 રૂપિયા હતી. એ જ રીતે, દરરોજ 1.5 જીબી ડેટા સાથેનુ પેક 249 રૂપિયાને બદલે 299 રૂપિયામાં આવશે. તેની વેલિડિટી 28 દિવસની છે. 1 જીબી ડેટા પેક હવે 219 રૂપિયાને બદલે 269 રૂપિયા થઈ ગયુ છે. તેવી જ રીતે 299 રૂપિયાના 2 જીબી ડેટા પેકની કિંમત 25 નવેમ્બર પછી 359 રૂપિયા થઈ જશે. 24 જીબી ડેટા પેક સાથેના વાર્ષિક પેકની કિંમત હવે 1499 રૂપિયાને બદલે 1799 રૂપિયા થશે. કંપનીએ ટોપ અપ પેક પણ મોંઘા કર્યા છે. 48 રૂપિયાનું પેક હવે 58 રૂપિયા થઈ ગયું છે.