જમ્મુ-કાશ્મમાં પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે, પરંતુ પાકિસ્તાન પોતાની હરકતોથી સતત વધારી રહ્યું છે. આ દરમિયાન પૂર્વ સેના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહ એ પાકિસ્તાન વિશે કહ્યુ કે, અનેકવાર ખરાબ વસ્તુઓ ઠીક કરવામાં સમય લાગે છે. પાકિસ્તાન તરફથી ચાલી રહેલી ફાયરિંગ અને ઘૂસણખોરીના પ્રયાસો પર કડક ટિપ્પણી કરતાં વી. કે. સિંહે કહ્યુ કે, અનેકવાર પૂંછડી સીધી કરવામાં સમય લાગે છે.
એએનઆઈ મુજબ, પાકિસ્તાની સેનાની ફાયરિંગ બાદ ભારતીય સેના દ્વારા જવાબી કાર્યવાહીને લઈને કેન્દ્રીય મંત્રી વી. કે. સિંહે કહ્યુ કે, અમારી સેના જરૂર પડતાં કાર્યવાહી કરવા માટે હંમેશા તૈયાર રહે છે, જેથી બીજો પક્ષથી જે યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તે રોકાવું જોઈએ. સાથોસાથ અપ્રત્યક્ષ રીતે યુદ્ધ છેડાઈ ચૂક્યું છે, તેનો પણ સામનો કરવો પડશે.