ચાઇનીઝ મોબાઈલ કંપની વીવો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020માં ટૂર્નામેન્ટની ટાઇટલ સ્પોન્સર નહિ હોય. તેણે 2020માંથી સ્પોન્સર તરીકે પોતાનું નામ પાછું ખેંચ્યું છે અને 2021માં ફરીથી ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાઈ શકે છે. IPLમાં આ વખતે કોઈ નવી કંપની ટાઇટલ સ્પોન્સર બનશે, જેની જાહેરાત બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) ટૂંક સમયમાં કરી શકે છે.
જૂનમાં પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે થયેલી અથડામણ બાદ જ અનેક લોકોએ ચીની સામાનોનો બહિષ્કાર કરવાની માગ કરી હતી. આ ઉપરાંત આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે જ્યારે સ્પોન્સર રિટેનની વાત કરી હતી તો પણ સોશિયલ મીડિયા પર લોકોએ આનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે પણ ચીની મોબાઇલ કંપનીના સ્પોન્સર બન્યા રહેવા પર સોમવારના વિરોધ વ્યક્ત કર્યો હતો, તેના એક દિવસ બાદ જ વીવોની સ્પોન્સરશિપથી હટવાના સમાચાર આવ્યા છે.