વિસનગરની વિક્ટર સ્કૂલના પૂર્વ શિક્ષક અલકેશકુમાર પટેલ દ્વારા કલેકટરને ફરી આત્મવિલોપન માટે ચીમકી અપાઈ છે. અગાઉ શાળામાં આંતરિક મૂલ્યાંકન ગેરરીતીમાં ગુજરાત માધ્યમિક અને ઉ. મા. શિક્ષણબોર્ડ દ્વારા સ્કૂલ સાથે પગલાં ન લેવાતાં આત્મવિલોપન કરવાની અરજી આપી હતી. શાળાની માન્યતા રદ કરવાની દિશામાં નોટીસ મુજબ ઝડપથી કાર્યવાહીમાં આગળ વધે તે માટે આત્મવિલોપન કરવાની કાયદેસરની પરમીશન આપવા અરજ કરી છે.