જિલ્લા પોલીસ ઉંઘતી રહી અને વીઝીલન્સની ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી. વિદેશી દારૂની 1686 બોટલ અને કાર મળી દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
રાજયમાં આમ તો દારૂબંધી છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે અને દારૂના જથ્થાને ગોડાઉનમાં સંતાડવામાં આવતો હોય છે. ગાંધીનગરમાં સેકટર-4 પાસેના એક ફાર્મહાઉસમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડાયો હોવાની બાતમી સ્ટેટ વીઝીલન્સની ટીમને મળી હતી જેના પગલે આજે સવારે દરોડો પાડીને વિદેશી દારૂની 1686 બોટલ તેમજ કાર મળી કુલ દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપીઓને શોધવા દોડધામ શરૂ કરી છે. આ મામલે સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.