વિશ્વના સૌથી ઊંચા મંદિર (431 ફૂટ) એવા વિશ્વ ઉમિયાધામનો ભવ્ય શિલાન્યાસ સમારોહ 28, 29મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનાં એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી સામે, જાસપુર ખાતે યોજાશે. જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી, આર્ટ ઓફ લિવિંગ (AOL)ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર, રાષ્ટ્રીય સંત સમિતિના અધ્યક્ષ આચાર્ય અવિચલદાસજી મહારાજ સહિત ભારતભરમાંથી 21થી વધુ વરિષ્ઠ સંતો-મહંતો સહિત વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ અને દેશ-વિદેશનાં દાતાઓ સહિત બે લાખથી વધુ મા ઉમિયા ભક્તો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આ મંદિર ગુજરાતના અનોખા ‘ટૂરિઝમ ટેમ્પલ’ તરીકે નિર્માણ પામશે અને તે માટે રાજ્ય સરકારનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે.