દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે.