વિસાવદરની બેઠક કાયદાકીય ગુંચને કારણે અત્યારસુધી ખાલી પડી હતી. પરંતુ હાઈકોર્ટમાંથી ભુપત ભાયાણી સામેની પિટિશન હર્ષદ રિબડીયાએ પરત ખેંચતા વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂપત ભાયાણી સામે ચૂંટણી અંગે પિટિશન દાખલ કરવામાં આવી હતી.ભૂપત ભાયાણીએ ચૂંટણી સમયે વિગતો છુપાવી હોવાની હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.