આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશનું નવું પાટનગર, વિશાખાપટ્ટનમ્ બનશે. વિશાખાપટ્ટનમમાં માર્ચ મહિનામાં યોજાનારી ''ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ''ની પૂર્વ-તૈયારીઓ માટે ગયેલા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં તેઓ તેમની ઓફિસ પણ ત્યાં જ ફેરવશે.
''ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ'' પૂર્વે અહીં આપેલા કેટલાક રોકાણકારોને જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે હું તમોને વિશાખાપટ્ટનમમાં આવવા આમંત્રણ આપું છે. આ શહેર થોડા સમયમાં આંધ્ર પ્રદેશનું પાટનગર બનશે. હું પોતે પણ મારી ઓફિસ થોડા મહિનામાં અહીં જ ફેરવવાનો છું.