હજી તો અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં થયેલા 8ના મોતની ઘટના શમી નથી ત્યાં તો વધુ એક જગ્યાએ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં એક ક્વૉરન્ટાઇન સેન્ટરમાં આગ લાગી હોવાથી લોકોના જીવ તળીયે ચોંટી ગયા હતાં. જો કે આ ઘટનાને પગલે ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હજી સુધી આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી આવ્યાં. પરંતુ આગ લાગવાને કારણે ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી.
આંધ્ર પ્રદેશનાં વિશાખાપટ્ટનમના કોમ્માડી વિસ્તારમાં આવેલા એક ક્વૉરન્ટાઈન સેન્ટરમાં આગ લાગી છે. આ સેન્ટર એક ખાનગી કોલેજનાં કેમ્પસમાં બનાવવામાં આવ્યું હતું. અહીં અચનાક આગ લાગવાથી ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જો કે આ ઘટનામાં હજી સુધી તો કોઈ જાનહાની થયાના સમાચાર મળ્યાં નથી.
પોલીસનાં જણાવ્યાં અનુસાર કોમ્પ્યુટર બ્લોકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાની જાણ થતા જ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં ત્યાંથી દર્દીઓને શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે. આ સાથે જ આગ પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે પોલીસની તપાસ હજી શરૂ છે. આ ઘટના અંગે FSLની ટીમને પણ જાણ કરવામાં આવી છે. હજુ કુલિંગ કામગીરી ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં પણ કોરોના કેર સેન્ટરમાં પરિવર્તિત હોટેલ સ્વર્ણ પેલેસમાં 9 ઓગસ્ટના રોજ વહેલી સવારે 5 વાગ્યે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ગૂંગળામણથી 10 દર્દીઓનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના સમયે ત્યાં 40 દર્દીઓ દાખલ હતાં અને મેડિકલ સ્ટાફનાં 10 લોકો હાજર હતાં. શોર્ટ સર્કિટથી લાગેલી આગ બુઝાવવા માટે ફાયરના જવાનોએ 22 દર્દીઓને સહી સલામત બહાર નીકાળી અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.