નવા નાણાંકીય વર્ષની શરૂઆત સરકાર માટે સકારાત્મક રહી છે. એપ્રિલમાં જીએસટી કલેક્શન સર્વકાલીન ઉચ્ચતમ લેવલે પહોંચતા સરકાર અને મંત્રીઓ પોતાની જ પીઠ થબથબાવી રહ્યાં હતા પરંતુ સાચું ચિત્ર જ કઈંક અલગ છે. નાણાંકીય વર્ષના પ્રથમ મહિને જ સરકારની તિજોરી છલકાઈ ગઈ છે અને એપ્રિલ, 2022માં અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ 1.68 લાખ કરોડનું ઐતિહાસિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન નોંધાયું છે. આ આંકડા બાદ સરકારે જીએસટી પ્રણાલીને આજની જરૂરિયાત ગણાવીને પોતાના જ વખાણ કર્યા હતા પરંતુ જીએસટી કલેક્શનમાં સુધારો દેશના અર્થતંત્રમાં સુધારાનું સૂચક નથી. જીએસટીનું રેકોર્ડ ટેક્સ કલેક્શન અર્થતંત્રની રેકોર્ડ વૃદ્ધિનું આભાસી ચિત્ર રજૂ કરે છે તેમ એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે.