ICC ક્રિકેટ વર્લ્ડ કપનો 30મી મેથી પ્રારંભ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે, વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની 15મી એપ્રિલે જાહેરાત થઇ ચૂકી છે. આ ટીમમાં બે સ્પિનર કુલદીપ યાદવ તથા યૂજવેન્દ્ર ચહલની જોડીને પણ સામેલ કરવામાં આવી છે. ક્રિકેટ જગતમાં 'કુલ્ચા'ના નામે જાણીતી બનેલી આ જોડી છેલ્લા કેટલાક સમયથી ભારત માટે મેચવિનર સાબિત થઇ ચૂકી છે. જોકે, IPLમાં જે રીતે તેઓ ખર્ચાળ સાબિત થઇ રહ્યા છે તેને ધ્યાનમાં રાખતા સુકાની વિરાટ કોહલી ચિંતિત બન્યો છે અને બંનેને દેખાવની ચોમેર ચર્ચા થઈ રહી છે.
શુક્રવારે ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં બેંગ્લોરના બેટ્સમેનોએ કુલદીપની ચાર ઓવરમાં 59 રન ફટકારી દીધા હતા. ત્યારબાદ કુલદીપ ગ્રાઉન્ડ ઉપર રડતો નજરે પડયો હતો. ત્યારબાદ ચહલની પણ ખરાબ હાલત થઇ હતી અને કોલકાતાના બેટ્સમેનોએ તેને ચોમેર ફટકારીને ત્રણ ઓવરમાં 45 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બંને ખેલાડીયો IPLમાં ખર્ચાળ પુરવાર થઇ રહ્યા છે જેના કારણે વર્લ્ડ કપમાં ઘાતક સ્પિન બેલડી અંગે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.