Mumbai (SportsMirror.in) : ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી ‘રન મશિન’ ના નામે પણ ઘણો જાણીતો છે. ત્યારે તેણે શ્રીલંકા સામે રમાયેલી શ્રેણીની અંતિમ ટી20 મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રન મશિન વિરાટ કોહલી (Virat Kohli) એ સુકાની તરીકે સૌથી ઝડપી 11 હજાર રન કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 11 હજાર રન કરવામાં વિરાટ કોહલી (Virat Kohli) વિશ્વનો છટ્ઠો સુકાની બની ગયો છે.
આ સિદ્ધી મેળવનાર કોહલી બીજો ભારતીય સુકાની બન્યો
શુક્રવારે પુણેમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી20 મેચમાં વિરાટ કોહલીએ આ સિદ્ધી મેળવી હતી. શ્રીલંકાના બોલર સંદાકનની બોલમાં એક રન લેતાની સાથે જ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 11 હજાર રન કરનાર સુકાની બની ગયો હતો. 11 હજાર રન કરવાની સિદ્ધી મેળવનાર વિરાટ કોહલી બીજો ભારતીય સુકાની બની ગયો છે.
કોહલીએ 11 હજાર રન પુરા કરવા 196 ઇનીંગ રમી
તમને જણાવી દઇએ કે વિરાટ કોહલીએ 11 હજાર રન કરવા માટે 196 ઇનીંગ રમી હતી. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પુર્વ સુકાની રિકી પોન્ટીંગના નામે હતો. તેણે 11 હજાર રન માટે 252 ઇનીંગ રમી હતી. આ લિસ્ટમાં અન્ય સુકાનીઓમાં સાઉથ આફ્રિકાના પુર્વ સુકાની ગ્રીમ સ્મીથ, પુર્વ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોની, પુર્વ ઓસ્ટ્રલિયન સુકાની એલન બોર્ડર અને પુર્વ ન્ઝીલેન્ડના સુકાની સ્ટીફન ફ્લેમિંગના નામ છે.
ભારતે 78 રને ત્રીજી ટી20 મેચ જીતી શ્રેણી 2-0થી કબ્જે કરી
હવે જો ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ટી20 મેચની વાત કરીએ તો શ્રીલંકાના સુકાની લસિથ મલિંગાએ ટોસ દીતી પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે લોકેશ રાહુલ અને શિખર ધવને શાનદાર શરૂઆત કરી હતી. બંને ઓપનર ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. જેની મદદથી ટીમ ઇન્ડિયાએ 201 રનનો જંગી જુમલો ખડો કર્યો હતો. 201 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી શ્રીલંકા ટીમની શરૂઆત સારી થઇ ન હતી. માત્ર 26 રનના સ્કોર પર શ્રીલંકાની 4 વિકેટ પડી ગઇ હતી. આમ પુરી ટીમ 123 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. આ સાથે ભારતીય ટીમે મેચ 78 રને જીતી લીધી હતી અને ટી20 શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી હતી. ભારતીય ટીમના શર્દુલ ઠાકુર મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.