રવિવારે આઇસીસીએ જાહેર કરેલ વન ડે રેકિંગમાં બેટ્સમેનની યાદીમાં કોહલી જ્યારે બોલરની યાદીમાં બુમરાહનું નામ ટોચના સ્થાને યથાવત રહ્યું છે.
જણાવી દઈએ કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સમાપ્ત થયેલ વન ડે સિરીઝમાં કોહલી 310 રન બનાવીને આઈસીસી વન ડે રેકિંગમાં બેટ્સમેનની લિસ્ટમાં ટોચના સ્થાને રહ્યો જ્યારે ઉપકપ્તાન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં 202 રન બનાવ્યા હતા જેના કારણે તેઓ રેકિંગમાં બીજા નંબરે યથાવત છે. ઉપરાંત કેદાર જાધવ પણ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેના કરિયરના સર્વશ્રેષ્ઠ રેકિંગ 24માં સ્થાને રહ્યો. જોકે આ સિરીઝ ભારતે 2-3થી ગુમાવી હતી.
બોલર્સની વાત કરીએ તો બુમરાહ 774 અંકની સાથે શીર્ષ સ્થાન પર રહ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડનો ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટે બાંગ્લાદેશ સામે 6 વિકેટ લઈને રેકિંગમાં બીજો ક્રમ પોતાના નામે કર્યો છે. ઉપરાંત અફગાનિસ્તાનનો રાશિદ ખાન આઈસીસી રેકિંગમાં ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.