વડોદરામાં આજવા રોડ પર બુટલેગરે બનાવેલા વિદેશી દારૂના ગોડાઉન પર સ્ટેટ વિજીલન્સે રેઇડ પાડીને રૂપિયા ૮.૩૮ લાખના દારૂ, જીપ સહિત કુલ ૧૩.૪૬ લાખનો મુદ્દામાલ જપ્તકરી ત્રણ આરોપીને ઝડપી પાડયા હતા. ત્યારબાદ બુટલેગરો સાથે સંકળાયેલા અન્ય ત્રણ શકમંદોને પૂછપરછ માટે બોલાવતા આ ત્રણને વીઆઇપી ટ્રીટમેન્ટ આપતા વિવાદ સર્જાયો હતો. આ અંગેનો વિડીયો વાયરલ થતાં પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.