દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટેના આદેશ અનુસાર વિપુલ ચૌધરીને હાલ સાબરમતી જેલમાં મોકલવામા આવ્યા છે. ત્યારે હાલ ભ્રષ્ટાચારના આરોપના ઓથ નીચે દબાયેલા વિપુલ ચૌધરીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.