બિહારમાં VIP ચીફ મુકેશ સાહનીના પિતા જીતન સાહની (VIP Chief Mukesh Sahni’s father Jitan Sahni) ની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા (Murder) કરવામાં આવી છે. જીતન સાહનીની લાશ તેમના ઘરની અંદરથી મળી આવી હતી. જણાવી દઈએ કે, મુકેશ સાહની બિહારની મુખ્ય VIP પાર્ટીના અધ્યક્ષ છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ INDIA ગઠબંધન સાથે હતા. RJD નેતા તેજસ્વી યાદવનો પ્લેનમાં માછલી ખાતા એક વીડિયો પણ બહાર આવ્યો હતો, જે બાદ ઘણો વિવાદ થયો હતો.