ખાલિસ્તાની સમર્થકોએ બ્રિટન (Britain)માં ફરી ભારત વિરોધી કરતુત શરૂ કરી છે. લંડનમાં ભારતીય હાઈ કમિશન ની બહાર મોટી સંખ્યામાં ખાલિસ્તાની સમર્થકો એકઠા થઈ ઉગ્ર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે... હાલ હાઈ કમિશનની બહાર ભારે બ્રિટિસ સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવાયો છે. હાલ પ્રદર્શનકારીઓને હાઈ કમિશનની ઓફિસ સુધી પહોંચવાનો તેમજ વિરોધ કરતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બ્રિટનમાં ભારત વિરોધી પ્રવૃત્તિ અને વિરોધ કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જુલાઈમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં 30-40 ખાલિસ્તાની સમર્થકો એકઠા થઈ ભારતીય હાઈ કમિશન બહાર ભારે હોબાળો મચાવ્યો હતો.