બે મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન સામે સ્થાનિકોએ બાંયો ચડાવતાં વધુ ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. ગુરુવારે સિંઘુ અને ગાઝીપુર બોર્ડર ખાતે સ્થાનિકોએ ખેડૂત આંદોલન સામે દેખાવો કર્યાં હતાં. શુક્રવારે ફરી એકવાર સિંઘુ અને ટિકરી બોર્ડર ખાતે ખેડૂતોને હટાવવાની માગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઊમટી પડયાં હતાં. સ્થાનિકોએ માગ કરી હતી કે પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં તિરંગાનું અપમાન કરાયું હોવાથી તેમને સિંઘુ બોર્ડર પરથી હાંકી મૂકવામાં આવે. હાથમાં લાઠીઓ સાથે આવી ચડેલા સ્થાનિકોએ ખેડૂતોને સ્થળ ખાલી કરી દેવા ધમકી આપી નારાબાજી શરૂ કરી હતી. સ્થાનિક લોકો આંદોલનકારી ખેડૂતોના તંબુઓ સુધી પહોંચી ગયાં હતાં અને તેમાં તોડફોડ કરી હતી જેના પગલે બંને પક્ષ વચ્ચે તણાવ વધતાં સામસામે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો.