પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થયેલી રાજકીય હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. આજકાલ બીજેપી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે અથડામણ વધારે ઉગ્ર થઈ રહી છે. શનિવારે 24 પરગણા જિલ્લામાં હિંસા દરમિયાન માર્યા ગયેલા બીજેપીના કાર્યકરોના અંતિમ સંસ્કારને લઈને પોલીસ અને બીજેપી નેતાઓ વચ્ચે ખેંચતાણ થઈ હતી. બશીરહાટમાં રવિવારે અંતિમ દર્શન માટે ત્રણ કાર્યકરોના મૃતદેહોને અંતિમ દર્શન માટે પાર્ટીના કાર્યાલય ખાતે લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. આ વાતથી ગુસ્સે ભરાયેલા બીજેપીના સ્થાનિક નેતાઓએ બશીરહાટમાં 12 કલાકના બંધના જાહેરાત કરી હતી. સાથે જ પશ્ચિમ બંગાળમાં સોમવારે કાળો દિવસ મનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે.