મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. જાતિગત હિંસાથી સળગી રહેલા પૂર્વોત્તર રાજ્યના કાકચિંગ જિલ્લામાં શનિવારે હુમલાખોરોએ બિહારના બે પ્રવાસી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના સાંજે અંદાજિત 5:20 કલાકે કાકચિંગ-વાબાગઈ રોડ પર કેઇરાકમાં પંચાયત કાર્યાલયની પાસે બની.