મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલતી હિંસા હજુ પણ અટકવાનું નામ લેતી નથી. ગુરુવારે ફરી એક વખત ચુરાચાંદપુર અને બિસ્નુપુર મોઈરંગમાં ગોળીબાર થયો હતો. ગામવાસીઓનું કહેવું હતું કે બુધવારે મોડી રાતે પણ ગોળીબારના અવાજ સંભળાયા હતા. આ હિંસા રોકવા માટે સીઆરપીએફ અને સીએપીએફના વધુ ૩૫,૦૦૦ જવાનોને મણિપુરમાં તૈનાત કરવામાં આવ્યા છે. બીજીબાજુ ૧૯મી જુલાઈએ બે મહિલાઓનો વીડિયો વાઈરલ થયાની ઘટનાની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. જે ફોનમાં આ વીડિયો રેકોર્ડ થયો હતો તે સ્થાનિક પોલીસે સીબીઆઈને સોંપી દીધો છે.