મણિપુરમાં ગયા વર્ષે શરૂ થયેલી હિંસા હજુ પૂરી રીતે અટકી નથી. રાજ્યમાં શનિવારે ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. શનિવારે બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને કાંગપોકપી જિલ્લાની પૂર્વ સરહદની વચ્ચે બની હતી. ઘટના બાદ સુરક્ષાદળો વિસ્તારમાં પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઇમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.