ગુજરાતમાં વાહનની સંખ્યા, ટ્રાફિકનું પ્રમાણ વધી રહ્યું છે તેમ ટ્રાફિકના નિયમન ભંગ બદલ દંડની રકમમાં પણ વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે ગુજરાતીઓએ 138 કરોડનો દંડ ટ્રાફિકના નિયમના ભંગ બદલ ચૂકવ્યો હતો. આમ્, ગુજરાતીઓએ ગત વર્ષે દરરોજ રૂપિયા 38 લાખ ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડ પેટે ચૂકવ્યા હતા. ગુજરાતીઓએ એક વર્ષમાં છે રૂપિયા 100 કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું સૌપ્રથમ વખત બન્યું છે.