કર્ણાટકની સરકાર દ્વારા સરકારી કોન્ટ્રાક્ટરમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને ચાર ટકા અનામત આપતુ બિલ વિધાનસભામાં પસાર કરાયું છે. જેને લઇને ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ આરએસએસ પણ તેમાં સામેલ થયું છે. સંઘે કહ્યું છે કે કહ્યું છે કે આપણા દેશનું બંધારણ ધર્મ આધારિત અનામત નથી સ્વીકારતું, ધર્મ આધારિત અનામત આપણા બંધારણના ઘડવૈયા બી. આર. આંબેડકરની વિરુદ્ધમાં છે. કેમ કે આંબેડકર પણ ધર્મ આધારીત અનામતની વિરુદ્ધમાં હતા. સંઘે મુઘલકાળના ઔરંગઝેબ અને વકફ કાયદામાં સુધારા માટેના બિલ અંગે ચાલી રહેલા વિવાદ મુદ્દે પણ જવાબ આપ્યો હતો.