સુપ્રીમ કોર્ટમાં એક અરજદારે એવો દાવો કર્યો હતો કે અમને નીચલી કોર્ટ પર વિશ્વાસ નથી, અન્ય કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવે. આ માગણીને લઇને સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી હતી અને અરજદારને ટકોર કરતા કહ્યું હતું કે તમને નીચલી કોર્ટના ચુકાદાથી સહમતી ન હોય તો તેને ઉપલી કોર્ટમાં પડકારી શકો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમ આર શાહ અને ન્યાયાધીશ ક્રિષ્ના મૂરારીની બેંચ સમક્ષ એક મામલાની સુનાવણી ચાલી રહી હતી ત્યારે અરજદારે એવી દલીલ કરી હતી કે આ કેસમાં આરોપીઓ વધુ વગદાર છે. જેની અસર કોર્ટના ચુકાદા પર જોવા મળી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે આ પ્રકારના આરોપો લગાવીને જજનો આત્મવિશ્વાસ તોડી ન શકાય. જે આધાર પર આ કેસને અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગણી કરાઇ છે તે અયોગ્ય છે અને તેની સાથે અમે સહમત નથી થતા