-
ભાજપ શાસિત છત્તીસગઢમાં વિનોદ વર્મા નામના એક વરિષ્ઠ પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. એડિટર્સ ગીલ્ડના પણ સભ્ય એવા આ પત્રકારે દાવો કર્યો કે તેમની પાસે છત્તીસગઢના મંત્રી રાજેશ મૂણતની સેક્સ સીડી છે અને તેઓ આ સીડી બહાર પાડવાના હોવાથી સરકાર અને રાજકીય ઇશારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ બાદ મિડીયાને કહ્યું કે વર્મા પાસેથી 500 જેટલી સીડીઓનો જથ્થો મળી આવ્યો છે અને તેમાં શું છે તેની તપાસ કરાશે. પોલીસે જો કે પત્રકાર વર્મામે વાહનમાં બેસાડીને લઇ જતી વખતે તેમને નહીં બોલવા દેવા તેમનું મોઢુ દાબી દિધુ હતું છતાં વર્મા બોલ્યા કે તેમની પાસે સરકારના એક મંત્રીની સીડી છે અને તેથી તેમને પકડવામાં આવ્યાં છે. એક અહેવાલ એવા પણ છે કે આ વરિષ્ઠ પત્રકાર હાલમાં કોંગ્રેસના મિડીયા સેલ માટે કામ કરે છે. પોલીસનો આરોપ છે કે તેમના ઇશારે મંત્રીને સેક્સ સીડીના મામલે બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાની ફરિયાદના આધારે તેમની ધરપકડ થઇ છે.