સુપ્રિમ કોર્ટે ક્રિકેટના હિતમાં નિર્ણય લેતા BCCIમાં વહીવટ માટેની કમિટી બનાવી છે. જેમાં CAGના પૂર્વ વડા વિનોદ રાય, ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, IDFCના અધ્યક્ષ વિક્રમ લિમયે અને મહિલા ક્રિકેટર ડાયેના એદુલજીનો સમાવેશ કર્યો છે. કોર્ટે એટર્ની જનરલની રમત-ગમત મંત્રાલયના સચિવને કમિટીના સભ્ય બનાવવાની માગણીનો અસ્વીકાર કર્યો હતો.