પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઈનલ મેચ પહેલા ગેરલાયક ઠરેલી વિનેશ ફોગાટને મોટો આંચકો લાગ્યો છે. CAS એ વિનેશ ફોગાટની અયોગ્ય અને સંયુક્ત મેડલ માટેની અપીલને ફગાવી દીધી છે. વિનેશ ફોગાટને હવે સિલ્વર મેડલ નહીં મળે અને તેને ખાલી હાથે પરત ફરવું પડશે. આ સમાચારથી માત્ર વિનેશ જ નહીં પરંતુ મેડલની આશા રાખનાર દરેક ભારતીય નિરાશ થયા છે.
પેરિસ ઓલિમ્પિકની 50 કિલો ફ્રી સ્ટાઇલ મહિલા વર્ગની ફાઇનલમાં જગ્યા બનાવનારી વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જે બાદ વિનેશે આ નિર્ણય સામે CASમાં અપીલ કરી હતી. તેમની અપીલ પર રમતગમત આર્બિટ્રેશન સુનાવણી માટે તૈયાર થઈ ગયું અને વિનેશ ફોગાટે પોતાની દલીલ આપી.