હાલમાં જ જાતિય શોષણને લઈને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે મોરચો ખોલનારી મહિલા રેસલર વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકને બીબીસી દ્વારા સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે. આ બન્ને રેસલરોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બીબીસીએ આ બે સિવાય ત્રણ અન્ય એથ્લેટનો પણ સમાવેશ કર્યો છે.