ભારતીય કુશ્તીમાં મહિલા પહેલવાનોના શોષણ મુદ્દે પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધનો વિવાદ હજુ પણ યથાવત્ છે. પહેલવાન બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યા પછી હવે મહિલા પહેલવાન વિનેશ ફોગાટે પણ તેના ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી દીધા છે. વિનેશ એવોર્ડ પાછા આપવા પીએમઓ જઈ રહી હતી ત્યારે રસ્તામાં પોલીસે રોકતા તેણે કર્તવ્ય પથ પર બેરિકેડ્સ પર એવોર્ડ છોડી દીધા હતા.