ભારત સરકારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ની સ્થાપનાથી સંબંધિત સર્ક્યુલર જારી કરી દીધો છે. અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રને રામ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રસ્ટના બાકીના સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરશે. જણાવી દઈએ કે, PM મોદીએ બુધવારે લોકસભામાં 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ટ્રસ્ટની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી.