ભરુચ તાલુકાના પાલેજમાં આવેલી ફિલીપ્સ કાર્બન બ્લેક કંપનીના પ્રદૂષણ સામે સ્થાનિકોએ અવાજ ઉઠાવ્યો. કંપની વાય અને જળ- પ્રદૂષણ કરતી હોવાની ફરિયાદ છે. ગામની સામાન્ય સભામાં કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરાવનો ઠરાવ પસાર થયો. કંપની ઝેરી વાયુને સીધો હવામાં છોડી દેતા કેન્સર, ફેફસાના રોગ અને ઈન્ફેક્શન જેવા રોગમાં વધારો થયાની ફરિયાદ છે. આ કંપની સામે જળ પ્રદૂષણનો પણ આક્ષેપ છે.