મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે એક અનોખી પહેલ કરી છે. નાના એવા ટીકર ગામે મોટી શરૂઆત કરતા પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો નિર્ણય કર્યો છે. આ ગામની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ કરતાં ઉંચુ આવતા અને સરકારી શાળાઓના શિક્ષકોની સતત વાલીઓ સાથેના સંપર્ક બાદ ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે.