વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 24 વર્ષ એટલે કે વર્ષ 2047 સુધી ભારતની પ્રગતિનો માર્ગ નક્કી કરવા માટે એક મોટી યોજનાની રૂપરેખા રજૂ કરી છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિશ્વ સમક્ષ વિકસિત દેશ તરીકે રજૂ કરવા માટે ભારતનું વિઝન ડૉક્યૂમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે વિકસિત ભારત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
યુવાઓની મદદથી ભારત બનશે વિકસિત દેશ
વિકાસ ભારત @2047 અથવા Viksit Bharat @2047 કાર્યક્રમમાં PM મોદીએ દેશના યુવાનો સમક્ષ તેમની યોજના રજૂ કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી આઈડિયા પણ માંગવામાં આવી રહ્યા છે. તેને 'વિકસિત ભારત @2047: યુવાનોનો અવાજ' નામ આપવામાં આવ્યું છે.