ભારતના રોકેટ વિજ્ઞાનના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈની પ્રથમ પ્રતિમા અમદાવાદમાં સ્થપાશે. કોર્પોરશન દ્વારા ઉસ્માનપુરામાં વિક્રમ સારાભાઈના નિવાસસ્થાનની બહાર જ સાબરમતી રિવરફ્રંટ પર તેમની પ્રતિમા સ્થાપિત કરવાની મંજૂરી આપી દેવાઈ છે. પ્રતિમા માટે જમીન સારાભાઈ પરિવાર દ્વારા પુરી પાડવામાં આવશે. વિક્રમ સારાભાઈ બેઠા હોય તેવી પ્રતિમા તૈયાર કરવામાં આવશે અને લોકો બાજુમાં બેસીને ફોટો પડાવી શકશે.