અમારા વિક્રમ લેન્ડરે આજે ૨૦૨૩ની ૪, સપ્ટેબરે સવારે ૮:૦૦ વાગે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરીથી સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.અમારો હોપ ટેસ્ટ (કૂદકો મારીને બીજા સ્થળે જવું) સફળ રહ્યો છે.ખરેખર વિક્રમ લેન્ડરે તેની કામગીરી સફળ અને સરળ રીતે પાર પાડી છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)નાં સૂત્રોએ આજે ખુશાલી સભર માહિતી આપી હતી.ચંદ્રયાન-૩નું વિક્રમ લેન્ડર ૨૦૨૩ની ૨૩, ઓગસ્ટે ચંદ્રના દક્ષિણધ્રુવ પર પહેલી જ વખત સફળ અને સલામતીપૂર્વક ઉતર્યું છે. અમે વિક્રમ લેન્ડરના હોપ ટેસ્ટ પહેલાંના (શિવ શક્તિ પોઇન્ટની) સ્થળની ધરતીની અને ત્યારબાદના નવા પોઇન્ટની ધરતીની એમ બંને ઇમેજીસ પણ જારી કરી છે. ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે ૪, સપ્ટેબર, સોમવારે સવારે ૮:૦૦ વાગે અમે વિક્રમ લેન્ડરને સ્લિપિંગ મોડમાં મૂકી દીધું છે. વિક્રમનાં તમામ વૈજ્ઞાાનિક ઉપકરણો પણ બંધ કરી દીધાં છે.જોકે વિક્રમ લેન્ડરનાં રિસિવર્સની કામગીરી ચાલુ રહેશે.