અભિનેત્રી મમતા કુલકર્ણીના કથિત પતિ અને ડ્રગ ડિલર વિક્કી ગોસ્વામીની કસ્ટડી અમેરિકાએ મેળવી છે. ભારતમાં થાણે પોલીસ પણ તેની શોધમાં હતી. તે કેન્યાની જેલમાં કેદ હતો. 3 વર્ષ પહેલા અમેરિકાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી અને કેન્યા પોલીસે તેની ધરપકડ કરેલી, ત્યારથી તે દેશ ન છોડી જવાની શરતે જામીન પર હતો. કેન્યાએ કુલ વિક્કી સહિત ચાર ડ્રગ ડિલર્સ અમેરિકાને સોંપ્યા છે.