આનંદનગર પોલીસે બે વખત જાહેર કરેલી LOC (લૂક આઉટ સર્કયુલર)ના આધારે રૂ.99 લાખની ઠગાઈનો આરોપી વિકેશ પટેલ કેન્યાથી અમદાવાદ એરપોર્ટ પર આવતાં ઈમિગ્રેશનના અધિકારીઓએ ઝડપી લીધો હતો. ત્યાર બાદ આ અંગેની જાણ આનંદનગર પોલીસને કરવામાં આવતાં પોલીસે આરોપીને ઝડપી આગળની પૂછપરછ હાથ ધરી છે.
ગત સોમવારે વિકેશ પટેલની પત્ની રિન્કુનું જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જેની પોલીસ ચોપડે નોંધ છે. આરોપી વિકેશ પટેલ ઓન અરાઈવલ વિઝાના આધારે દોઢ વર્ષના વિઝા મેળવી કેન્યા ભાગી ગયો હતો જેના વિઝા ગત 19 તારીખે જ પૂર્ણ થયા હતા. મહત્વપૂર્ણ છે કે, આનંદનગર પોલીસને આરોપી વિકેશ કેન્યા ભાગી ગયો હોવાની જાણ થતાં તેની જન્મતારીખના આધારે પાસપોર્ટની વિગત મેળવી LOC ઈસ્યુ કરાવી હતી. LOCને એક વર્ષ પૂર્ણ થતાં પોલીસે ફરી રિન્યુ પણ કરાવી હતી. ગત મંગળવારે દોઢ વર્ષના વિઝા પુરા થતા અને પત્નીન મૃત્યુના સમાચાર મળતાં ગત બુધવારે રાત્રે 10 વાગ્યે વિકેશ પટેલ કેન્યાથી અમદાવાદ એરપોર્ટ આવ્યો હતો. જ્યાં ઈમિગ્રેશન ઓફીસરોએ તેણે રોકીને આનંદનગર પોલીસને જાણ કરી હતી.